ઉનાળો આવી પહોંચ્યો છે અને સાથે જ હવે શરીરને ઠંડક પહોંચાડતાં ડ્રીંક્સ કે ફ્રુટ્સની માંગ પણ વધી છે. તો ઘણાં એવા પણ ડ્રાયફ્રુટ છે, જે શરીરને ઉનાળાની ગરમીમાં રાહત તો આપશે, પરંતુ સાથે સ્વાસ્થ્યને લગતાં ફાયદા પણ પહોંચાડે છે. ડ્રાયફ્રૂટને આપણે સુકામેવા તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ તેના ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. તેમ જાણીએ છીએ પરંતુ તમે કદાચ એ વાતથી અજાણ હશો કે ડ્રાય ફ્રુટ કયા સમયે ખાવું જોઈએ.
ઘણાં લોકોને આપણે સાંભળ્યા કે જોયા હશે, જે ડ્રાયફ્રૂટને સવારે ખાવાની સલાહ આપે છે. તે સાચું જ છે કે ડ્રાય ફ્રુટ સવારે ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. પરંતુ કેટલાક ડ્રાય ફ્રુટ નિશ્ચિત સમયે અને નિશ્ચિત રીતે ખાવામાં આવે તો તે વધુ ફાયદા આપી શકે છે.
ઉનાળામાં એવા ફ્રૂટ્સનું સેવન કરવામાં આવે છે જેની તાસીર ઠંડી હોય. આ આપણા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. આ સિઝનમાં સુકામેવાનું સેવન ઓછું કરવામાં આવે છે.
હકીકતે મોટાભાગના મેવાની તાસીર ગરમ હોય છે. જોકે યોગ્ય રીતે સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે.
- અંજીરને રાત્રે પાણીમાં પલાળીને બીજા દિવસે તેનું સેવન કરો. તેનાથી લોહીની કમી દૂર થાય છે.
- બદામ, અખરોટ અને દ્રાક્ષ જેવા સુકામેવાને રાત્રે પાણીમાં પલાળીને રાખો. સવારે તેનું સેવન કરો. પાણીમાં પલાળીને રાખવાથી તેની બધી હીટ નિકળી જાય છે.
- આ સ્વાસ્થ્યને ખૂબ ફાયદો પહોંચાડે છે. બદામ મગજને તેજ કરે છે. અખરોટ કબજીયાત અને ખાંસી જેવી સમસ્યાને દૂર કરે છે.
- અખરોટમાં આયર્ન, કેલ્શિયમ, કોપર અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે. ગરમીઓમાં તેનું વધારે માત્રામાં સેવન કરવાથી બચો.
- દ્રાક્ષમાં ઈમ્યુનિટી વધવાની સાથે વજન ઘટવામાં પણ મદદ મળે છે. ગરમીઓમાં દ્વાક્ષનું સેવન પલાળીને કરો. તે ખૂબ જ ગરમ હોય છે.
ડ્રાયફ્રુટ પલાળીને ખાવું જોઈએ અને કયું ના ખાવું જોઈએ, આ બાબતે પણ જાણવું જરૂરી છે.
આ રીતે પાણીમાં પલાળેલી બદામ, કિસમિસ અને સૂકી દ્રાક્ષ જેવી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.