Youtube લોન્ચ થયા પછી ઘણાં એવા વીડિયોઝ છે, જેમણે મોસ્ટ વ્યુડ વીડિયોનાં બેન્ચમાર્ક ક્રોસ કર્યા હોય. Ed Sheeran નું Shape of you સોંગ હોય કે પછી Psy નું ગંગનમ સ્ટાઇલ કે જેણે સ્લો ઇન્ટરનેટનાં જમાનામાં પણ ભારતમાં ધૂમ મચાવી હતી. ત્યારે આજે જોઇએ કે આ લિસ્ટમાં એટલે કે Youtubeનાં ઇતિહાસથી લઇને અત્યાર સુધીનો કયો વીડિયો છે, જે હાલમાં ટોપ પર ચાલી રહ્યો હોય!
તમને જાણીને આશ્વર્ય થશે કે હાલમાં Youtube પર સૌથી વધુ જોવાયેલાં વીડિયોમાં કોઇ રેપ સોંગ અથવા Hollywood સોંગ નહીં પણ બેબી સોંગ છે. જી હાં, Pinkfong ચેનલનું ‘Baby Shark Dance’ સોંગ કે જે 2016નાં રોજ Youtube પર રિલીઝ કરવામાં આવ્યું હતું, તે હાલ 9.7 બિલિયન વ્યુઝ સાથે ટોપ વ્યુડ વીડિયોમાં પહેલાં નંબરે છે.
Pinkfong એ સામાન્ય રીતે બાળગીતો એટલે કે ચિલ્ડ્રન સોંગ બનાવે છે અને તે એક કોરિયન ચેનલ છે. આ સોંગ પછી બીજા નંબરે Luis Fonsi નું Despacito બીજા નંબરે છે, જેના હાલ 7.6 બિલિયન વ્યુઝ છે. ત્રીજા નંબરે Ed Sheeran નું Shape of You છે, જેનાં 5.5 બિલિયન વ્યુઝ છે.
ભારતનાં ટોપ વ્યુડ વીડિયોમાં છે આ વીડિયો, જાણીને આશ્વર્ય પામશો
ભારતનાં ટોપ જોવાયેલા વીડિયોમાં પહેલાં નંબરે હનુમાન ચાલીસા છે, જે T-Series ની પેશકશ છે. હનુમાન ચાલીસાનાં 2 બિલિયન વ્યુઝ છે, જ્યારે બીજા નંબરે Jass Manak નું Lehanga છે, જેનાં 1.3 બિલિયન વ્યુ છે.