Tuesday, May 30, 2023
Google search engine
HomeIndiaજનરલ બીપિન રાવતનાં નિધનને પણ સન્માન ન આપી શક્યા આ પત્રકાર!

જનરલ બીપિન રાવતનાં નિધનને પણ સન્માન ન આપી શક્યા આ પત્રકાર!

તાજેતરમાં શહીદ CDS જનરલ બીપિન રાવતનાં અંતિમ સંસ્કારની વિધિ યોજાઇ હતી, તે વખતે મોટાભાગની ન્યૂઝ ટીવી ચેનલનું ફોકસ કવરેજ એ જ હતું. જોકે, એક જાણીતા પત્રકાર દિપક ચૌરસિયા કે જેઓ આ કવરેજ પર લાઇવ હતા, તેમના પર હલ્લાબોલ થયું છે.

વાત મૂળ એમ છે કે, જ્યારે શો ચાલી રહ્યો હતો અને એક તરફ જનરલ બીપિન રાવતનાં પાર્થિવ દેહને એરપોર્ટથી તેમના નિવાસસ્થાને લઇ જવાઇ રહ્યો હતો, તે વખતે જાણીતી ન્યૂઝ ચેનલનાં જર્નાલિસ્ટ દિપક ચૌરસિયા લાઇવ હતા. પરંતુ, તેમની સ્પીચ એટલી અન-ઇવન હતી, જેના કારણે લોકોએ તેમના પર હલ્લાબોલ કર્યો છે. શો દરમિયાન તેઓ સામાન્ય પરિસ્થિતિમાં ન હતા.

શોમાં ઘણી વખત તેઓ પોતાની જનરલ બીપિન રાવત સાથેની મુલાકાત અંગે બોલતા રહ્યા અને અચાનક પૂર્વ સેના પ્રમુખ તરીકે વીકે સિંહનું નામ લે છે. તેમની આવી વર્તણૂકને કારણે લોકોએ સોશિયલ મીડિયા પર ઉધડો લેતા કહ્યું કે કઇ રીતે એક પત્રકાર દારૂનાં નશામાં આવો જવાબદારીભર્યો શો કરી શકે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments