Friday, June 9, 2023
Google search engine
HomeTrendingચીનનાં ડરથી કોરોના વેરિએન્ટનું નામ Omicron રખાયું? જાણો હકીકત

ચીનનાં ડરથી કોરોના વેરિએન્ટનું નામ Omicron રખાયું? જાણો હકીકત

કપ્પા, લેમ્બડા અને વિવિધ એવા કોરોના વેરિએન્ટનાં નામ પછી સાઉથ આફ્રિકામાં મળેલા તાજેતરનાં કોરોના વેરિએન્ટને Omicron નામ આપવામાં આવ્યું છે. વેરિએન્ટનું આ નામકરણ ગ્રીક આલ્ફાબેટ્સ પરથી કરવામાં આવી રહ્યું છે.

પરંતુ, આ નવા વેરિએન્ટનું Omicron રાખવા પાછળ રાજકારણ જવાબદાર છે કે કેમ, તે જાણવું રહ્યું. કારણકે કોરોના વેરિએન્ટનાં Mu વેરિએન્ટ પછી ‘Nu‘ અને ‘Xi‘ ને બાકાત રાખીને સીધું Omicron રખાયું છે.

Greek Alphabet ની સિરીઝ જેમાં Omicron પંદરમાં ક્રમાંક પર આવે છે.

 

શું કોરોનાનાં નવા વેરિએન્ટનાં નામકરણમાં રાજકારણ જવાબદાર છે?

પોલ નુકી કે જેઓ Telegraph નાં સિનિયર એડિટર છે, તેઓ જણાવે છે કે WHO નાં એક સોર્સ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે Nu અને Xi ને ખાસ કરીને બાકાત રાખવામાં આવ્યા છે. Nu અને New માં ગેરસમજણ ઊભી ન થાય, તે માટે તેને યુઝ ન કરવામાં આવ્યો, જ્યાર Xi ને પ્રાદેશિક લાંછન ન લાગે તે માટે નથી વપરાયો. અહીં, આડકતરી રીતે તેમણે ચીનની વાત કરી છે, જેનાં પ્રેસિડેન્ટ Xi Jinping છે.

અમેરિકન સેનેટરે ઝાટકણી કાઢી

અમેરિકન સેનેટર ટેડ ક્રુઝે આ મુદ્દે ટ્વીટ કરીને જણાવ્યું કે જો WHO ને ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીનો ડર હોય, તો આવી મહામારીનાં સમયે આપણે તેમના પર કઇ રીતે ભરોસો કરી શકીએ!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments