શિયાળો આવે એટલે અડદિયા અને ચીક્કી ઘેર-ઘેર બનવા લાગે છે. વિવિધ વસાણાં અને અડદિયાનાં સેવનને લીધે આખું વર્ષ શરીર સાજું-નરવું રહે છે.
આ ઉપરાંત, વિવિધ પ્રકારનાં વિટામીન, આયર્ન, એન્ટિ-ઓક્સિડન્ટ અને એનર્જીથી ભરપૂર તત્વો મળે છે.
તલની ચિક્કીની સામગ્રી
- 500 ગ્રામ તલ
- 1 કિલો ગ્રામ ખાંડ
- 1 કપ પાણી
- 1 ટી સ્પૂન બેકિંગ સોડા
- થાળીમાં લગાવવા ઘી
બનાવવા માટેની રીત
- સૌપ્રથમ મીડિયમ ગેસ રાખીને પાણી ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો. ધીમી આંચ પર ખાંડને ઓગળવા દો.
- એક વખત ખાંડ ઓગળવાનું શરૂ થઇ જાય ત્યારે તેમાં ઉભરો આવવા દો. જ્યારે ખાંડની ચાસણી તૈયાર થાય ત્યારે એક કપ ઠંડા પાણીમાં તેના કેટલાક ટીપા નાંખીને ચેક કરો. તે જામે છે કે નહીં.
- હવે તલને મિક્સ કરો અને સતત હલાવતા રહો અને 2 મિનિટ માટે તેને હલાવો.
- આ પછી તેને ગેસ પરથી ઉતારી લો. બેકિંગ સોડા મિક્સ કરો અને તેને મિશ્રણને પહેલા તૈયાર ડિશમાં નાંખો.
- હવે તેને પાતળી કરીને સેટ કરીને રહેવા દો.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે ચિક્કી
મહત્વનું છે કે, તલની ચિક્કી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં તે ફાયદો કરે છે. સ્વસ્થ રક્ત લિપિડ પ્રોફાઈલ દ્વારા કોરોનરી ધમનીની બીમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે.